Surat news: જહાંગીરપુરામાં 3 સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદ

સોર્સ : gstv
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં 3 સગીરા સાથે દુષ્કર્મ આચરનારને કોર્ટે આજીવન કારાવાસની સખ્ત સજાની સાથે 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે આરોપી આલમિગરી મિયા હનીફખાન પઠાણે રૂપિયાની લાલચ આપીને ત્રણ સગીરાઓને ઘરમાં બોલાવી હતી. ત્યાર આરોપીએ ત્રણેય સગીરાઓને પોર્ન વીડિયો બતાવ્યો હતો.
એક સગીરા તો ગર્ભવતી થઈ હતી, તેમ છતાં આરોપીએ વાંરવાર દુષ્કર્મ આચર્યું
આરોપીએ ત્રણેય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એક સગીરા તો ગર્ભવતી થઈ હતી, તેમ છતાં આરોપીએ વાંરવાર દુષ્કર્મ આચર્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે આરોપી શાકભાજીનો ધંધો કરતો હતો અને તેણે 3 સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું.

