Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Video of reckless car driver on Jahangirpura-Dabholi Bridge in Surat goes viral

VIDEO: સુરતના જહાંગીરપુરા-ડભોલી બ્રિજ પર બેફામ કાર ચાલકનો વીડિયો વાયરલ, બાઈક ચાલકને મારી ટક્કર

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં છેલ્લા ઘણા વખતથી માર્ગ અકસ્માતની ઘટનાઓ અને હિટ એન્ડ રનની દુર્ઘટનાઓ સતત સામે આવતી રહી છે, ત્યારે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે.  સુરતમાંથી બેફામ કાર ચાલકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

App Store

 કારચાલકે એક બાઈક સવારને ટક્કર મારી

જેમાં એક કારચાલકે એક બાઈક સવારને ટક્કર મારી હતી. બાઈક સવારનો માંડ માંડ જીવ બચ્યો હતો. ઉલ્લેખનીય છે કે કારની ટક્કરથી બાઈક ચાલકનું બેલેન્સ ડગમગી ગયું હતું, પણ સહજતા દાખવીને પોતાનો જીવ બચાવ્યો હતો.  આ ઘટના સુરતના જહાંગીરપુરા-ડભોલી બ્રિજ   પર સર્જાઈ હતી. 

કારચાલકનો બેફામ રીતે ડ્રાઈવ કરવાનો વીડિયો વાયરલ

કારચાલકનો બેફામ રીતે ડ્રાઈવ કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે કારચાલક બેફામ રીતે હંકારે છે.સમગ્ર ઘટના એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. ઉલ્લેખનીય છે કે વીડિયો વાયરલ થયા બાદ પોલીસ આ મામલે કોઈ એક્શન લેછે કે નહીં તે હવે જોવાનું રહ્યું.