VIDEO: સુરતમાં વેસુના વેપારી પાસે 70 લાખની ખંડણી માંગનાર 'વિશ્વાસુ' નોકર વાપીથી ઝડપાયો
VIDEO: સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં એક વેપારી પાસે રૂ. 70 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીને સુરત પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. નવાઈની વાત એ છે કે આરોપી બીજો કોઈ નહીં પણ વેપારીનો અત્યંત વિશ્વાસુ નોકર જ નીકળ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, વેસુ વિસ્તારમાં રહેતા વેપારીને તેમના જ નોકર લવકુશ ઉર્ફે ચંદન બજરંગશરન શુક્લાએ ટાર્ગેટ કર્યા હતા. આરોપીએ વેપારી પાસેથી સોનાના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ. 70 લાખની મસમોટી ખંડણીની માંગણી કરી હતી. જો આ રકમ આપવામાં ન આવે તો વેપારીને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી પણ આપવામાં આવી હતી.
પોલીસની કાર્યવાહી
વેપારી દ્વારા ફરિયાદ નોંધાવતા જ અલથાણ પોલીસ એક્શનમાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપી લવકુશ શુક્લાનું લોકેશન ટ્રેસ કર્યું હતું. આરોપી સુરત છોડીને ભાગી છૂટ્યો હતો, જેને અંતે પોલીસે વાપી ખાતેથી ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ

