VIDEO: સુરત ઉધના-લીંબાયત અંડરપાસ પાણીમાં ગરકાવ, પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ
સોર્સ : gstv
સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ ધોવાઈ ગયા છે. ભારે વરસાદને પગલે ઉધના-લિંબાયત રેલવે ગરનાળું ફરી એકવાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગરનાળામાં કમર સુધીના પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પૂરતો ખોરવાયો છે. આ સ્થિતિના કારણે રોજિંદી કમાણી માટે સાયકલ કે મોટરસાયકલ લઈને નીકળતા ગરીબ શ્રમિકો અને મુસાફરોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડી રહી છે.જીવના જોખમે કમરડૂબ પાણીમાંથી પસાર થવું પડતું હોવાથી નોકરી-ધંધે જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

