Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Surat Police nabs gold and silver jewellery thief worth Rs 1.19 crore in Kalupur, Ahmedabad

VIDEO: અમદાવાદના કાલુપુરમાં 1.19 કરોડના સોના-ચાંદીના દાગીના ચોરને સુરત પોલીસે ઝડપી પાડયો

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સુરત શહેરમાં આવેલા સારોલી પોલીસ મથકની પોલીસને મળેલી બાતમીના આધારે સુરતના કુંભારિયા પાદર ફળિયા પાસેથી એક ચોરને ઝડપ્યો હતો. જેને અમદાવાદમાં આવેલા કાલુપુરમાં સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે આ આરોપી પાસેથી જુદાજુદા સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા હતા. સુરત પોલીસે આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો. 

App Store

અમદાવાદ શહેરમાં આવેલા કાલુપુર વિસ્તારમાં જવેલર્સમાંથી સોના અને ચાંદીના દાગીના ચોરી કરી પલાયન થઈ જતા સ્થાનિક પોલીસ આરોપીને શોધવા પ્રયત્નશીલ હતી. જો કે, સુરતની સારોલી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે આરોપી શાહરુખદીન કમલુદ્દીન મીરને એક હોટલ પાસેથી ઝડપી પાડી તેની પાસેથી સોન અને ચાંદીના દાગીના કબ્જે લીધા હતા. સારોલી પોલીસે આરોપી પાસે રહેલા 697 ગ્રામ ચાંદીના દાગીના 1417.17 ગ્રામ સોનાના દાગીના, એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 1.19.85.195નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત આરોપીને કોર્ટમાં રજૂ કરી અમદાવાદ પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.