VIDEO: ગુજરાતમાં દારૂ -ડ્રગ્સના મુદ્દાને લઈને સુરત કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર
સોર્સ : GSTV
VIDEO: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ, ડ્રગ્સનો જે રીતે વેપલો ચાલી રહ્યો છે તેને લઈ સુરત કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું.રાજ્યમાં જે રીતે બેફામ દારૂ -ડ્રગ્સની નશાખોરીને પગલે મહિલા પર અત્યાચારોની ઘટનાઓમાં મોટા પાયે વધારો થયો છે. ગુજરાતના ઘરો વ્યસનને લીધે બરબાદ થઈ રહ્યા હોવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી સુરત કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપી રજૂવાત કરવામાં આવી હતી.
કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્રને લઈને પોલીસ કમિશનર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસ વિભાગના વિવિધ શાખાના અધિકારીઓ મોટી સંખ્યામાં તૈનાત થઈ ગયા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા અને મહિલાઓ પણ ઉપસ્થિત રહી ગુજરાતમાં નશાના કારોબારને સમાપ્ત કરવા અને જળમૂળથી હટાવવા આહવાન કર્યું હતું.

