Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Student suicide case in SVNIT hostel

VIDEO: SVNITની હોસ્ટેલમાં વિદ્યાર્થીના આપઘાતનો મામલો, ચીફ વોર્ડન અમિત સોલંકીનું રાજીનામું

Timeછેલ્લું અપડેટ : 02 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતની SVNITના ભાભા ભવન હોસ્ટેલમાં વિદ્યાર્થીના આપઘાત બાદ વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખીને ચીફ વોર્ડન અમિત સોલંકીએ રાજીનામું આપ્યું જે SVNITના રજિસ્ટ્રાર કે.કે. સિંહ દ્વારા સ્વીકારવામાં આવ્યું. રાજીનામા પછી હવે નવા ચીફ વોર્ડનની નિમણૂંક કરવામાં આવશે.

App Store

કોલેજમાં મેડિકલ સુવિધાઓના અભાવ મુદ્દે ડીન અને અધિકારીઓ વચ્ચે ચર્ચા 

કોલેજમાં મેડિકલ સુવિધાઓના અભાવ મુદ્દે ડીન અને અધિકારીઓ વચ્ચે ચર્ચા શરૂ થઈ છે. રાત્રિના સમયે એક મેડિકલ ઓફિસરને ફાળવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. SVNITમાં હાલમાં 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.