VIDEO: સુરતમાં મોડી રાત્રે વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં ભરાયા પાણી
સોર્સ : gstv
હવામાન વિભાગની આગાહીને પગલે સુરત શહેરમાં મોડી રાત્રે અચાનક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરના ઉધના, પાંડેસરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા.પાણી ભરાયેલા વિસ્તારોમાં સ્થાનિક લોકો અલગ અલગ રીતે વરસાદી મજા માણતા જોવા મળ્યા હતા. કેટલાક લોકો છત્રી લઈને ફરતા હતા તો કેટલાક બાળકો પાણીમાં છબછબાટ કરતા જોવા મળ્યા.તે દરમ્યાન એક અનોખો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક યુવક પાણીથી ભરાયેલા માર્ગ પર રિંગ મારફતે તરતા મજા માણતો જોવા મળે છે.

