VIDEO: ચોમાસા પહેલા જ પાલિકાની પોલ ખુલી: ડીંડોલીમાં નવો નક્કોર રોડ બેસી ગયો, ડમ્પર ખાડામાં ફસાયું
સોર્સ : GSTV
સુરત શહેરમાં ચોમાસાની પૂર્વતૈયારીઓના દાવા વચ્ચે ડીંડોલી વિસ્તારમાં ભ્રષ્ટાચારનો નમૂનો સામે આવ્યો છે. માનસી રેસીડેન્સી સામે આવેલો નવો બનાવેલો રોડ અચાનક બેસી જતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. રોડ બેસી જવાની ઘટનાને કારણે પસાર થતું એક ડમ્પર મોટા ખાડામાં ફસાઈ ગયું હતું, જેને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસું શરૂ થાય તે પહેલા જ પાલિકા દ્વારા બનાવવામાં આવેલ આ રોડ બેસી જવાથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. સવાલો એ છે કે, જો કામગીરી ગુણવત્તાસભર હોત તો નવો રોડ આટલી જલ્દી કેમ બેસી ગયો?

