VIDEO: સુરતના વેડરોડ પર પટેલ ઈન્ડસ્ટ્રીઝમાં લૂમ્સના કારખાનામાં ભીષણ આગનો બનાવ
સોર્સ : GSTV
VIDEO: સુરત શહેરમાં આવેલા વેડરોડ પર આજે રવિવારે પટેલ ઈન્ડસ્ટ્રીઝમાં લૂમ્સના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈ આઠથી 10 ફાયર બ્રિગેડની ગાડીઓ આગને કાબૂ કરવા ઘટનાસ્થળે દોડી આવી હતી. આગને લીધે લૂમ્સના કારખાનામાં ત્રીજા માળે ફસાયેલા એક વ્યકિતને ફાયર વિભાગે હેમખેમ બચાવી લીધો હતો.
આગને લીધે ઘૂમાડો વધુ હોવાના કારણે ફાયરના જવાનોને કામગીરી કરવા પણ ખૂબ જ હાલાકી વેઠવાની નોબત આવી હતી. કારખાનામાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. આગ ભીષણ હોવાથી ધૂમાડાને ગોટેગોટા આકાશમાં ઉંચે દેખાતા હતા. રસ્તાઓ ફાયર બ્રિગેડને લીધે ધણધણી ઉઠયા હતા. જો કે, લૂમ્સના કારખાનામાં ભીષણ આગને લીધે વધુ કોઈ જાનહાનિ નહોતી થઈ હતી.

