Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Death ride in Surat? City bus catches fire in Amroli, passengers miraculously rescued

VIDEO: સુરતમાં મોતની સવારી? અમરોલીમાં સિટી બસ ભડભડ સળગી, મુસાફરોનો ચમત્કારિક બચાવ

Timeછેલ્લું અપડેટ : 02 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO:  ડાયમંડ સિટી સુરતમાં જાહેર પરિવહન સેવા સમાન સીટી બસમાં આગ લાગવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના અમરોલી વિસ્તારમાં આજે એક ચાલુ સીટી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ડ્રાઈવરની સતર્કતા અને મુસાફરોની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળી છે.

App Store

ચાલુ બસમાં અચાનક ધૂમાડા નીકળ્યા
મળતી માહિતી મુજબ, સિટી બસ જ્યારે અમરોલી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બસના એન્જિનના ભાગેથી ધૂમાડા નીકળવાનું શરૂ થયું હતું. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ સમયે બસમાં અંદાજે 15 થી 20 જેટલા મુસાફરો સવાર હતા. આગ લાગતા જ મુસાફરોમાં ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી.

જીવ બચાવવા મુસાફરોની દોટ
આગની ગંભીરતા જોતા બસને તુરંત ઉભી રાખી દેવામાં આવી હતી અને તમામ 15-20 મુસાફરો તાત્કાલિક બસમાંથી નીચે ઉતરી ગયા હતા. ગણતરીની મિનિટોમાં જ આખી બસ આગની ઝપટમાં આવી ગઈ હતી. સદનસીબે, તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી.

ફાયર વિભાગની કામગીરી
ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગ એટલી ભીષણ હતી કે ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે.