VIDEO: સુરતમાં ભારે વરસાદમાં એમ્બ્યુલન્સ ફસાઈ
સોર્સ : gstv
સુરતના સહારા દરવાજા અને વેસુ વિસ્તારમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સહારા દરવાજા ખાતે એસટી બસ અને અનેક વાહનો પાણીમાં ફસાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજી તરફ પોષ ગણાતા વેસુ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જ્યાં શ્યામ મંદિર પાસે એક એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાઈ ગઈ હતી. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સતત વરસાદને લીધે વાહનવ્યવહાર અને સામાન્ય જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે.આ ઉપરાંત એસટી બસ પર ફસાઈ ગઈ હતી..

