VIDEO: કીમ નજીક પામવિલા ફાર્મહાઉસમાં નકલી પોલીસ બની 13 લાખનો તોડ કરનાર આરોપીઓ સકંજામાં
VIDEO: સુરતના કીમ નજીક આવેલા પામવિલા ફાર્મ હાઉસમાં નકલી પોલીસ બનીને વેપારી પાસેથી રૂપિયા 13 લાખનો તોડ કરવાના કેસમાં પોલીસને ગણતરીના કલાકારોમાં સફળતા મળી છે. કીમ પોલીસે નકલી પોલીસ બનીને આવેલા ત્રણ શખ્સોની ઝડપી લઈને ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલા કાર કબ્જે લીધી હતી. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ કારની આગળ પોલીસનું બોર્ડ લગાવતા હતા.
સુરત શહેરના કીમ ખાતે જાણીતા પામવિલા ફાર્મહાઉસમાં એમ્બ્રોઈડરી ખાતું ચલાવતા વેપારી પોતાના મિત્ર અને એક મહિલા સાથે ફાર્મ હાઉસમાં ગયા હતા. આ દરમ્યાન કાર લઈને નકલી પોલીસ બનીને આવેલા ત્રણ શખ્સો મહિલા સાથે ખોટા ધંધા કરો છો કહીંને વેપારીને માર મારી ચપ્પુ બતાવી 25 લાખની માંગણી કરી હતી. જો કે, બાતમાં વેપારી પાસેથી 13 લાખ રૂપિયા બળજબરી પડાવી ભાગ્યા હતા. જે અંગે વેપારી અને તેના મિત્રએ કીમ પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ બનીને આવેલા આ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે કીમ પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી લઈ અન્ય કોઈ સંડોવાયેલા છે કે નહિ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

