Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Two youths along with a moped fell from an overbridge

સુરતના ઓવરબ્રિજ પરથી મોપેડ સહિત બે યુવકો નીચે પટકાયા, રોજગારી મેળવવા આવેલા યુવકનું મોત

Timeછેલ્લું અપડેટ : 15 Jan 2025
લાઇવ ટીવીGoogle News
સુરતના ઓવરબ્રિજ પરથી મોપેડ સહિત બે યુવકો નીચે પટકાયા, રોજગારી મેળવવા આવેલા યુવકનું મોત

ઝડપની મજા મોતની સજા સમાન બનતી હોય છે. આ વાક્ય જાણે સુરતના રસ્તા પર ચરિતાર્થ થતું જોવા મળ્યું હતું. ઓવરબ્રિજના શહેર એવા સુરતમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફૂલ સ્પીડમાં જઈ રહેલા મોપેડ સહિત બે યુવકો ઓવરબ્રિજ પરથી નીચે પટકાયા હતાં. 50 ફૂટ જેટલી ઊંચાઈથી નીચે પટકાતા ચાલકની પાછળ બેઠેલા યુવકનું મોત નીપજ્યું હતું. 

App Store

આ પણ વાંચોઃ સુરતમાં પાલતું શ્વાનના લીધે ઝઘડો બન્યો લોહીયાળ, બે પરિવારોએ સામ સામે એકમેકને ફટકાર્યા

મોપેડ પરથી કાબુ ગુમાવ્યો

કતારગામ દરવાજા વિસ્તારમાં ઓવરબ્રિજ પરથી એક્ટિવા પર બે યુવક પસાર થઈ રહ્યા હતા. મોપેડ ચાલક ઓવરબ્રિજ પર પૂરઝડપે એક્ટિવા ચલાવી રહ્યો હતો. જેના કારણે એકાએક તેણે એક્ટિવાના હેન્ડલ પરનો કાબૂ ગુમાવતાં ડિવાઈડર સાથે અથડાઈને સીધું જ 50 ફૂટ નીચે ઓવરબ્રિજ પર પટકાયું હતું. મોપેડમાં પાછળ બેઠેલો યુવક પણ ઓવરબ્રિજ નીચે પટકાયા હતા. આ બંને યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને માથાના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જોકે એક્ટિવા પાછળ બેસેલા સાજિદ હુસૈન સૈયદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ચાલક યુસુફ ઇમરાન શાહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. 

બનેવીના ઘરે આવ્યો હતો

મૃતક કતારગામ વિસ્તારના સાબરીનગરમાં રહેતો હતો અને મૂળ બિહારનો વતની છે. તેના બનેવી સુરતમાં રહેતા હોવાથી અહીં આવ્યો હતો. વતનમાં કામ ન હોવાને કારણે રોજગારી મેળવવા માટે 7 દિવસ પહેલાં જ સુરત આવ્યો હતો. ઇજાગ્રસ્ત ભાઠેના વિસ્તારનો રહેવાસી છે. રાત્રે વેડરોડથી ભાઠેના વિસ્તાર તરફ આવી રહ્યા હતા, એ દરમિયાન આ ઘટના બની છે. ઓવરબ્રિજ પર વાહનચાલકોની સંખ્યા ઓછી હોય છે ત્યારે કેટલાક યુવકો માત્ર ને માત્ર મોજ મસ્તી માટે જ પોતાનું વાહન ઝડપથી હંકારતા હોય છે ત્યારે આ વાહનચાલકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.