Surat news: ચિરાગ ગોટી સામે સરથાણા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં વધુ બે ગુનાઓ નોંધાયા

સુરતના કુખ્યાત ચિરાગ ગોટી સામે સરથાણા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં વધુ બે ગુનાઓ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. કતારગામમાં હીરાના વેપારી પાસેથી ર42 લાખ અને 5 લાખના હીરા પડાવવા મામલે ફરિયાદ નોંધાઈ છે, જેમાં વેડરોડ અને ડભોલી વિસ્તારના અન્ય માથાભારે ઈસમોના નામ પણ ખૂલે તેવી શક્યતા છે.
ચિરાગની પત્નીના રહસ્યમય આત્મહત્યા કેસમાં પણ ચોકબજાર પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા
બીજી તરફ, ચિરાગની પત્નીના રહસ્યમય આત્મહત્યા કેસમાં પણ ચોકબજાર પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. પત્નીએ સુસાઈડ નોટ લખી હોવા છતાં અગાઉ તપાસમાં ભીનું સંકેલવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
નેપાળ ભાગી ગયો હતો કુખ્યાત ચિરાગ ગોટી
પોલીસે કોર્ટમાં મિત્રની કારમાં ડ્રગ્સ પ્લાન કરનાર ચિરાગ ગોટી અને ડ્રગ્સ વેચનાર મોહંમદ સફવાન મોહંમદ ઈશાક મેવાવાલા વિરુદ્ધ ચાર્જસીટ દાખલ કરી હતી. કારણ કે તપાસમાં ભાગીદાર ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ ગોટીની કરતૂતના પૂરતા પુરાવા મળ્યા હતા. ફરિયાદ નોંધાતા તે પોલીસથી બચવા સતત સ્થળ બદલતો હતો અને નેપાળ ભાગી જઈ અલગ અલગ હોટલમાં રોકતો હતો. ત્યારે હવે સુરતની કોર્ટમાં સરન્ડર થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

