Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Two accused who came from Rajasthan to sell MD drugs arrested; Over 3 lakhs worth of drugs seized

Surat: રાજસ્થાનથી MD ડ્રગ્સ વેચવા આવેલા બે આરોપીઓ ઝડપાયા; ૩ લાખથી વધુનો જથ્થો જપ્ત

Timeછેલ્લું અપડેટ : 13 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Surat: રાજસ્થાનથી MD ડ્રગ્સ વેચવા આવેલા બે આરોપીઓ ઝડપાયા; ૩ લાખથી વધુનો જથ્થો જપ્ત
સોર્સ : gstv

સુરત શહેરમાં ડ્રગ્સની હેરાફેરી અને વેચાણના વધુ એક નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જેમાં રાજસ્થાનના પાલી ખાતેથી સુરતમાં MD ડ્રગ્સનું વેચાણ કરવા આવેલા બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

App Store

3 લાખથી વધુનો જથ્થો કબજે

પોલીસ ટીમે બાતમીના આધારે ગોડાદરા વિસ્તારમાં આવેલી એક હોટેલમાં દરોડા પાડી આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ આકિબ જાવેદખાન સલીમ અને દિનેશ જોધારામ જાટ તરીકે થઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹ 3 લાખથી વધુની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. આ આરોપીઓ આ ડ્રગ્સ સુરતમાં વેચવાના ઇરાદે આવ્યા હતા.

તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી આકિબ જાવેદખાન સલીમ ડ્રગ્સની હેરાફેરી કરવાની ટેવ ધરાવે છે. તે અગાઉ પણ NDPS (Narcotic Drugs and Psychotropic Substances) ના ગુનામાં રાજસ્થાનના પ્રતાપગઢ પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે. આકિબ ચાર મહિના જેલમાં રહ્યા બાદ જામીન પર મુક્ત થયો હતો. જેલમાંથી બહાર આવ્યા પછી તેણે ફરીવાર MD ડ્રગ્સનું વેચાણ શરૂ કર્યું હતું.

સુરત ક્રાઇમ બ્રાન્ચે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

 

 

 

 

ટોપિક્સ:suratsurat newsmd drugs