Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Trouble getting BRTS passes long queues

VIDEO: Suratમાં BRTSના પાસ મેળવવામાં હાલાકી, વ્યવસ્થા ન ગોઠવાતા લાગે છે લાંબી લાઈનો

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2025
લાઇવ ટીવીGoogle News

સુરતમાં બસના પાસ મેળવવા માટે પાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ મેળવવા માટે ઉમટી પડી રહ્યાં છે. જેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીઆરટીએસ બસમાં મુસાફરી કરવા માટે વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટમાં આ પાસ આપવામાં આવે છે. કામગીરી કાચબાની ગતિએ થતી હોવાના કારણે વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવે છે.સરકારી કચેરીમાં સરકારી બાબુ જાણે પોતાની પેઢી ચલાવતા હોય તે પ્રકારનું વર્તન થતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં પાસ ન મળતા પરત જવું પડી રહ્યું હોવાના કિસ્સા પણ સામે આવે છે. વિદ્યાર્થીઓની માગ છે કે કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવામાં આવે જેથી કરીને એક જ સમયે વધારે કર્મચારીઓથી વધારે પાસ મળી શકે તેમ છે. હાલ તો વિદ્યાર્થીઓ બીઆરટીએસ બસના પાસ માટે મુશ્કેલીમાં મુકાયા છે તેના આગામી દિવસોમાં તંત્ર કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તે જોવું રહ્યું..

App Store

 

 

 

ટોપિક્સ:surattroublebrts pass