Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Three men on a bike opened fire in Pipodara

Surat News: પીપોદરામાં બાઇક પર આવેલા ત્રણ શખ્સનું ફાયરિંગ, કાપડના વેપારીને પેટના ભાગે ગંભીર ઈજા

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: પીપોદરામાં બાઇક પર આવેલા ત્રણ શખ્સનું ફાયરિંગ, કાપડના વેપારીને પેટના ભાગે ગંભીર ઈજા
સોર્સ : GSTV

સુરતના પીપોદરા ગામના ડાબરીયા ફળિયાના ગેટ નજીક જાહેર રોડ પર મોટર સાયકલ પર ધસી આવેલા અજાણ્યા ત્રણ શખ્સોએ કાપડના વેપારી પર આડેધડ ત્રણ રાઉન્ડ ગોળીબાર કરતા વેપારીના પેટમાં ગંભીર ઈજા થતાં તેને કટોકટ હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો છે.

App Store

તાત્કાલિક નાસી છૂટ્યા આરોપી

જેને ગોળી મારવામાં આવી છે. તેની સાથે અંગત અદાવત હશે અથવા તો પૈસાની લેતી દેતી હશે, જેને ગોળી મારી જ તે યુવાન પીપોદરા-કન્યાસી રોડ કાપડની દુકાન ધરાવે છે. આ દુકાનદારને નિશાન બનાવી ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને અજાણ્યા ત્રણ યુવાનો મોટરસાયકલ પર પલકવારમાં ભાગી છુટ્યા હતા. બનાવની જાણ થતા જ પાલોદ, કોસંબા અને સુરત જિલ્લા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ આરોપી ભાગી છુટ્યા હતા. 

પોલીસે તપાસ આદરી

હાલ ઘટના સ્થળે હાજર પોલીસ કાફલાએ સીસીટીવી કેમેરા ચકાસવાની શરૂઆત કરી છે. જેના ઉપર ફાયરિંગ કરાયું તે દુકાનદારનું નામ જાણી શકાયું નથી. બીજી તરફ પોલીસ સુરત સિવિલ હોસ્પિટલમાં ફરિયાદ લેવા પહોંચી છે.

ટોપિક્સ:suratfiringcloth merchant