Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Palak-Mithun will create a stir in the film Ek Sham Police Ke Naam

Surat News: એક શામ પોલીસ કે નામમાં પલક-મિથુન મચાવશે ધૂમ, 60 મ્યૂઝિશિયન આપશે ઈન્ડિયન સિનેમાન ટ્રિબ્યુટ

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: એક શામ પોલીસ કે નામમાં પલક-મિથુન મચાવશે ધૂમ, 60 મ્યૂઝિશિયન આપશે ઈન્ડિયન સિનેમાન ટ્રિબ્યુટ
સોર્સ : GSTV

આજની જનરેશનમા પોપ અને રેપ મ્યુઝિકની વધતા ક્રેઝ વચ્ચે પણ લોકોમાં જુના ક્લાસિક ગીતોની લોકપ્રિયતા ખુબ છે. 70 અને 80ના દાયકાના ગીતો હજી પણ લોકો સાંભળવાનું પસંદ કરે છે. ત્યારે આવી જ એક સંગીતની સૂરીલી સફરમાં તમને લઈ જવા માટે યશવી એન્ટરટેઇન્મેન્ટ બોલીવુડના જાણીતા ગાયક કલાકારો પલક મુચ્છલ અને મિથુન શર્મા સાથે પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે.

App Store

ભારતીય સિનેમાને સમર્પિત "A Tribute To Indian Cinema", જે ભારતના સંગીતજગતના ઇતિહાસમાં પહેલીવાર જ છે. પોતાના 60 મ્યુઝિશિયનો સાથે પલક અને મિદ્યુન સુરતના સ્ટેજ પર મંત્રમુગ્ધ કરી દે તેવી સંગીતની સુરાવલી રજૂ કરશે.Zee Cine Awards ના પરફોર્મન્સ બાદ બહોળી લોકચાહના મેળવનાર પલક અને મિથુનના સુરતમાં થવા જનાર આ કોન્સર્ટની સૌથી ખાસ વાત એ છે કે તેમના India Tour ની શરૂઆત જ આપણા શહેર સુરતથી થઇ રહી છે. તે પછી ગુજરાતના અન્ય 5 મહાનગરોમાં આ કોન્સર્ટ કરવામાં આવશે. તમને એ વાત જણાવતા પણ આનંદ થાય છે કે યશવી એન્ટરટેઇન્મેન્ટ યશવી નવરાત્રીના ભાગરૂપે જ આ કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે જેમાં યશવી નવરાત્રીના હિસ્સો બનનાર ખેલૈયાઓ માટે આ મ્યુઝિક કોન્સર્ટમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે. વધુમાં ખુશી એ વાતની પણ છે કે ભારતીય સિનેમાને સમર્પિત આ સમગ્ર કોન્સર્ટ અમે સુરત પોલીસને નામ કરવા જઈ રહ્યા છે. "એક શામ પોલીસ કે નામ" ના બેનર હેઠળ સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવતા સુરત પોલીસના અધિકારીઓ અને પોલીસ જવાનો પણ આ કાર્યક્રમ માટે આમંત્રિત મહેમાનો બની રહેશે.

તારીખ 22 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર યશવી નવરાત્રી પૂર્ણ થયા બાદ તારીખ 4થી ઓક્ટોબર યશવી એસી ડોમ, ભગવાન મહાવીર કોલેજ સામેનું ગ્રાઉન્ડ, વીઆઈપી રોડ, વેસુ ખાતે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ફક્ત સુરત જ નહીં પણ ગુજરાત અને ભારતના ઇતિહાસમાં "ન ભૂતો ન ભવિષ્યતિ" સમાન બની રહેનાર આ મ્યુઝિક કૉન્સર્ટને એક સાથે 20 હજાર સંગીત રસિકો માણી શકે તે પ્રમાણેનું ભવ્યાતિભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. વિશાળ સ્ટેજ પર એક સાથે 60 મ્યુઝિશિયનો સાથે પલક અને મિથુનના અદભુત સંગીતના રસપાનનો લ્હાવો સુરતના પ્રેક્ષકો માટે પણ એક યાદગાર અનુભવ બની રહેશે.

ટોપિક્સ:suratlimbayat areaseal