Video: સુરતમાં તસ્કરોનો તરખાટ, પેટ્રોલ પંપ પરથી આ રીતે કરી ચોરી
સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત રહ્યો છે. તસ્કરોએ વધુ એક ચોરીને અંજામ આપ્યો છે. ઓલપાડના ગોથાણ ગામે તસ્કરોએ એક પે

સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત રહ્યો છે. તસ્કરોએ વધુ એક ચોરીને અંજામ આપ્યો છે. ઓલપાડના ગોથાણ ગામે તસ્કરોએ એક પેટ્રોલ પંપને નિશાન બનાવ્યું હતું. મોડી રાત્રે તસ્કરએ પેટ્રોલ પંપના ટેબલમાં રહેલ રોકડ ભરેલ પાકીટની ઉઠાંતરી કરી હતી. પેટ્રોલ ડીઝલ વેચાણના કુલ 78,700ની રોકડ હતી. જે રૂપિયા ભરેલું પાકીટ હતું. તેને જ તસ્કર ઉઠાવી ભાગી ગયો હતો. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃVideo: કેવી રીતે ભણશે ગુજરાત? અહિં ધોરણ 1થી 5ના બાળકો એક જ ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર




