Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Theft from diamond factory crores of rupees stolen

VIDEO: Suratમાં હીરાના કારખાનામાંથી ચોરી, તિજોરીને કટ્ટરથી તોડીને કરોડો રૂપિયાનો હાથ ફેરો

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપની માંથી કરોડોના હીરાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા ચોર ઈસમોએ કંપનીની ઓફિસમાં ઘૂસીને તિજોરીને કટરથી કાપી હીરા અને રોકડ રકમ ઉઠાવી લીધી. ત્યારબાદ તેઓ તમામ CCTV કેમેરા તોડી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સાથે શહેર ક્રાઇમ બ્રાન્ચ, DCP અને ACP સહિતની ટીમો તથા FSL ની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલમાં ચોરી થયેલા હીરા અને રોકડની ચોક્કસ રકમ સામે આવી નથી, પરંતુ અંદાજ મુજબ ચોરીનો આંકડો વધુ વધી શકે તેવી શક્યતા છે. પોલીસ દ્વારા આસપાસના CCTV ફૂટેજ એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે તથા ચોર ઈસમોને ઝડપવા માટે ચુસ્ત તપાસ હાથ ધરાઈ છે.

App Store
ટોપિક્સ:suratdiamond factorycutting