VIDEO: સુરતનો કમરુનગર આવાસ વિસ્તાર જળમગ્ન, ડ્રોનમાં કેદ થયા ડૂબેલા વાહનોના ભયાવહ દૃશ્યો
સોર્સ : gstv
સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે લીંબાયતના કમરુનગર આવાસ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઇમારતોની નીચે ગળાડૂબ પાણી ભરાઈ જતાં રહેવાસીઓને ઘરની બહાર નીકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં અનેક પરિવારો પરેશાન બન્યા છે.
વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં પણ પાણી ભરાઈ જતાં માલસામાનને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરાંત, પાર્કિંગમાં ઉભેલી 100થી વધુ બાઇકો પાણીમાં ડૂબી જતાં વાહન માલિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કમરુનગરના ભયાનક દૃશ્યો સામે આવતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. રહેવાસીઓએ વહેલી તકે પાણીના નિકાલ અને રાહત કામગીરી કરવાની માંગ ઉઠાવી છે.

