Video: સુરતઃ પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી 8.55 લાખનો બિનવારસી ગાંજો ઝડપાયો

સુરતમાં પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 8.55 લાખ રૂપિયાથી વધુની કિંમતનો બિનવારસી ગાંજો મળી આવ્યો છે. સુરત રેલવે પોલીસની પેટ્રોલિંગ દરમિયાન ટ્રેનના રિઝર્વેશન કોચ નંબર B-6ની સીટ નંબર 57 પાસેથી ગાંજો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ 17 કિલોગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે અજાણ્યા યુવક વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રેલવે પોલીસ દ્વારા ગાંજાનો જથ્થો કોણે અને ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ છે.
જાહેરાત








