Surat news: વરાછા અને સરથાણા રોડના પુલો નીચે માદક પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ કરતા શખ્સો

સોર્સ : gstv
સુરતના વરાછા અને સરથાણા રોડના પુલો નીચે હવે બ્યુટીફિકેશનને બદલે 'ડર્ટીફિકેશન' થતું હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. અહીં બ્રિજ નીચે ગાંજા સહિતના માદક પદાર્થોનું વેચાણ થતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વાયરલ વિડીયોમાં એક શખ્શ ગાંજાનું વેચાણ કરતો હોવાનું જોવા મળ્યું
વાયરલ વિડીયોમાં એક શખ્શ ગાંજાનું વેચાણ કરતો હોવાનું જોવા મળ્યું હતું, સાથે જ પુલ નીચે પરિવારો વસવાટ કરી ગંદકી પણ ફેલાવી રહ્યા છે.આ મામલે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગર પાલિકાને પત્ર લખ્યો છે. તેમણે સૂર્યપુર ગરનાળાથી સરથાણા જકાતનાકા સુધીના બ્રિજ નીચેના તમામ વસવાટ અને દબાણો દૂર કરવાની માંગ કરી છે.

