VIDEO: સુરત / ખાડી પૂરનો કહેર, પુણા પાટિયા વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાયા, NDRFનું દિલધડક રેસ્ક્યુ
સોર્સ : gstv
સુરત શહેરમાં ખાડી પૂર બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે. પુણા પાટિયા વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાતા જનજીવન ભારે પ્રભાવિત થયું છે. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જ્યારે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને NDRF અને સ્થાનિક ફાયર વિભાગની ટીમો એલર્ટ મોડ પર છે અને પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી કરી રહી છે. બીજી તરફ કેટલાક સ્થાનિકોએ રેસ્ક્યુ કામગીરીમાં ભેદભાવના આક્ષેપો પણ કર્યા છે, જેને લઈને ચર્ચા તેજ બની છે.

