VIDEO: સુરત બન્યું જળમગ્ન! ઘરો-દુકાનોમાં પાણી, ફાયર ટીમનું રેસ્ક્યુ ઓપરેશન
સોર્સ : gstv
સુરત શહેરમાં વરસાદ બાદ સર્જાયેલી આફતની સ્થિતિ હજુ પણ યથાવત છે. પર્વત પાટિયા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, જેના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માધવબાગ સોસાયટીમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. પરિસ્થિતિને જોતા ફાયર વિભાગની ટીમ દ્વારા અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગતરોજ પડેલા ભારે વરસાદ અને ખાડીઓ ઓવરફ્લો થવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

