VIDEO: સુરત / 47 ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ, તલવાર સાથેનો ધમકીભર્યો વીડિયો થયો હતો વાયરલ
સોર્સ : gstv
સુરત ક્રાઈમ બ્રાન્ચે 47 જેટલા મોબાઈલ અને પર્સ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી છે. આરોપી શોએબ ઉર્ફે રહીશ લાલખાન પઠાનનો તલવાર સાથેનો ધમકીભર્યો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તે હુમલાની વાત કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો અંગે ડીંડોલી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે સુભાષનગર રિવરફ્રન્ટ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ભેસ્તાન આવાસનો રહેવાસી છે અને તેના વિરુદ્ધ અગાઉ પણ અનેક ચોરીના ગુના નોંધાયેલા છે. પૂછપરછમાં કેટલાક કેસ ઉકેલાયા છે. આરોપી ભવિષ્યમાં હુમલો કરવાની યોજના ધરાવતો હોવાની માહિતી સામે આવી છે. પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

