Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Sumul Dairy controversy escalates, directors' answer

VIDEO: Surat સુમુલ ડેરીનો વિવાદ વકર્યો, વાયરલ ઓડિયો મુદ્દે ડિરેક્ટર્સના લેવાયા જવાબ

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતની સુમુલ ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે ઉદ્ભવેલા વિવાદે હવે ગંભીર વળાંક લીધો છે. સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે અને બે ડિરેક્ટરોને જવાબ માટે બોલાવ્યા છે. વિવાદ સંબંધિત ફરિયાદમાં ભરત પટેલ, પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામીત, પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામીત અને રેશાભાઈ ચૌધરી સહિતના નામ ઉલ્લેખાયા છે. આ સમગ્ર વિવાદ 12 જુલાઈએ યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી ઉદ્ભવ્યો હતો. ડેરીના આંતરિક મુદ્દાઓ જાહેર થતા ભારે બબાલ મચી હતી. વિવાદ ધીરે ધીરે રાજકીય રંગ લઇ રહ્યો છે. રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સુધી આ મામલો પહોંચતાં, આખરે પોલીસે ગંભીરતાથી કાર્યવાહી કરતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

App Store

 

ટોપિક્સ:suratsumul dairy suratviral audio