Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Small traders in Surat face crisis due to war

VIDEO: Surat / યુદ્ધના કારણે સુરતના નાના વેપારીઓ પર સંકટ, ગેસની અછતને કારણે ધંધો બંધ કરવાની નોબત આવી

Timeછેલ્લું અપડેટ : 13 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલતા યુદ્ધની અસર હવે સુરતના સ્થાનિક બજારોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ગેસના સપ્લાયમાં આવેલા અવરોધોને કારણે સુરતના નાના વેપારીઓ, ખાસ કરીને લારી-ગલ્લા ચલાવતા શ્રમજીવીઓ પર સંકટના વાદળો ઘેરાયા છે. ગેસના બાટલા ન મળતા હોવાને કારણે અનેક વેપારીઓએ આજે પોતાના ધંધા સમેટવા પડ્યા છે.

App Store

સુરતના સિટી લાઈટ વિસ્તારમાં ઈડલી-સંભારનું વેચાણ કરતા એક યુવકે પોતાની લાચારી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "ગતરોજ અમારા ધંધાનો છેલ્લો દિવસ હતો. આજે ગેસના બાટલા ઉપલબ્ધ ન હોવાથી અમારે ધંધો બંધ રાખવાની ફરજ પડી છે." આ માત્ર એક વેપારીની વાત નથી, પણ રસ્તા પર ખાણી-પીણીનો વ્યવસાય કરતા હજારો નાના વેપારીઓની સ્થિતિ અત્યંત દયનીય બની છે.

બજારમાં ગેસના બાટલાની ભારે અછત જોવા મળી રહી છે. જે વેપારીઓ પાસે થોડો ઘણો સ્ટોક વધ્યો છે, તેઓ બાટલા આડા પાડીને તેમાંથી મહામુસીબતે ગેસનો ઉપયોગ કરી રહ્યા છે.