Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Shocking claim of Rajkot woman, husband made a demand within 3 months of marriage

Suratમાં ‘કપલ સ્વેપિંગ’ના દૂષણનો પર્દાફાશ; રાજકોટની મહિલાનો ચોંકાવનારો દાવો, લગ્નના 3 મહિનામાં જ પતિએ કરી માંગ

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Suratમાં ‘કપલ સ્વેપિંગ’ના દૂષણનો પર્દાફાશ; રાજકોટની મહિલાનો ચોંકાવનારો દાવો, લગ્નના 3 મહિનામાં જ પતિએ કરી માંગ
સોર્સ : GSTV

કેટલાક પશ્ચિમી દેશોમાં ઘણાં વર્ષોથી ચાલતું કપલ સ્વેપિંગ (પત્નીની અદલાબદલી)નું દૂષણ ભારતના અમુક મેટ્રો શહેરોમાં ઘણાં સમય પહેલાં પહોંચી ગયાની ચર્ચા છે. સુરતમાં પણ કપલ કમ વાઈફ સ્વેપિંગ ચાલે છે તેવો રાજકોટની એક મહિલાએ દાવો કરતાં સભ્ય સમાજમાં હલચલ મચી ગઈ છે.

App Store

લગ્નના માત્ર 3 મહિનામાં જ 'ગંદી માંગ'

સુરતમાં હાલમાં વાઈફ સ્વેપિંગ કે કપલ સ્વેપિંગ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે, જેની વચ્ચે રાજકોટની એક મહિલા આજે સામે આવી હતી. તેણે કહ્યું કે, 2022ના જુલાઈ મહિનામાં સુરતના યુવાન સાથે તેના લગ્ન થયા હતા. લગ્નના ત્રણ જ માસ બાદ એટલે કે ઓક્ટોબરમાં તેને પતિએ કપલ સ્વેપિંગમાં સામેલ થવા કહ્યું હતું, જેનો તેણે સાફ ઇન્કાર કરી દીધો હતો. 

આ પછી તેને પતિએ ઇમોશનલી બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ તેણે સ્પષ્ટ રીતે 'હું આવા કામ નહીં કરું' તેમ કહી દીધું હતું. પતિએ તેને કહ્યું કે, કપલ સ્વેપિંગથી પૈસા પણ મળશે અને એન્જોયમેન્ટ પણ થશે. આમ છતાં તે કોઈપણ રીતે પતિની માગણી સામે તાબે થઈ ન હતી. આ જ કારણથી તેના પતિ સાથે ઝગડા શરૂ થઈ ગયા હતા. આખરે તેનું લગ્નજીવન ભંગાણના આરે પહોંચી ગયું હતું.

પતિ અને જેઠ-જેઠાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આ સ્થિતિમાં તેણે પતિ, જેઠ-જેઠાણી વિરુદ્ધ 2023ની સાલમાં સુરત પોલીસમાં ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. તે વખતે તેણે પોલીસ સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ પોલીસે તેને ગંભીરતાથી લીધો ન હતો. હાલ પણ તેના પતિ સામેના કેસો સુરત અને રાજકોટમાં ચાલે છે.

સુરતના કેટલાક આગેવાનોએ હાલમાં કપલ સ્વેપિંગનો મુદ્દો ઉઠાવતાં પોતે સામે આવી હોવાનું આ મહિલાનું કહેવું છે. તેણે કહ્યું કે, તે કોઈ કપલને મળી નથી પરંતુ પતિએ તેને કપલ સ્વેપિંગનું ફેસબુક ઉપર એક એકાઉન્ટ બતાવ્યું હતું, જેમાં સામેલ થવા કહ્યું હતું.

અમેરિકા અને યુરોપના દેશોનું દૂષણ ભારતમાં પણ પ્રવેશ્યું

1970ના દાયકામાં અમેરિકા અને યુરોપના ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારોમાં 'કી' પાર્ટી બહુ જ પ્રખ્યાત થઈ હતી, જેમાં તમામ પુરુષો પોતાની કાર અને મકાનની ચાવી એક મોટાં બાઉલમાં રાખી દેતાં હતાં. પાર્ટી સમાપ્ત થયા બાદ તેમની પત્નીઓ આંખો બંધ કરી એક ચાવી ઉપાડી લેતી હતી. જે પુરુષની આ ચાવી રહેતી તેની સાથે મહિલા જતી હતી. કહે છે ભારતના મેટ્રો શહેરોમાં પણ આ દૂષણનો પ્રવેશ થયો હતો, જેને કપલ સ્વેપિંગ કે વાઈફ સ્વેપિંગ તરીકે ઓળખવામાં આવે છે. અત્યાર સુધી તેની છાનાખૂણે ચર્ચા થતી હતી. પરંતુ રાજકોટની મહિલાએ કોઈપણ જાતના છોછ વગર હિંમત દાખવી સામે આવી સુરતમાં બહુ કપલ સ્વેપિંગ થતું હોવાનો દાવો કર્યો છે.