VIDEO: સુરતમાં કીમ નદીનો રૌદ્ર અવતાર! બ્રિજ ડૂબ્યો, વાહનવ્યવહાર ઠપ
સોર્સ : gstv
સુરત જિલ્લામાં મેઘરાજાના પ્રકોપને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાંથી પસાર થતી કીમ નદીમાં ઉપરવાસ અને સ્થાનિક વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને પગલે ઘોડાપૂર આવ્યું છે. કીમ નદી બંને કાંઠે વહેતા પાણીનો પ્રવાહ ભયજનક સપાટીએ પહોંચ્યો છે.નદીમાં પ્રચંડ પાણીની આવક થવાના કારણે માંગરોળ તાલુકાના શેઠી ગામને જોડતો મોટો બ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બ્રિજ પર નદીના પૂરના પાણી ફરી વળતા રસ્તાનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના લીધે સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ડ્રોન કેમેરા દ્વારા કીમ નદીના લેવાયેલા આકાશી દ્રશ્યોમાં પૂરની ભયાવહ સ્થિતિ સ્પષ્ટ જોઈ શકાય છે.

