Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Red eye on sale of intoxicating syrup without prescription

VIDEO: Suratમાં પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપનું વેચાણ પર લાલ આંખ, મેડિકલ સ્ટોર પર દરોડા 

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતમાં નશા માટે ઉપયોગમાં લેવાતા સિરપના વેચાણ પર કાર્યવાહી કરવામાં આવી છે. વરાછા વિસ્તારમાં આવેલા મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બાતમીના આધારે વરાછા અર્ચના બ્રીજની નીચે ન્યૂ બોમ્બે માર્કેટ રોડ પર આવેલા ન્યૂ વિજયાલક્ષ્મી મેડિકલ સ્ટોર્સ પર ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં સંચાલક પ્રભુસિંગ વરફીસિંગ પરમાર કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ સિરપનું વેચાણ કરતાં હતાં. જેનો ઉપયોગ નશા માટે કરવામાં આવે છે. પોલીસે કુલ 63 નંગ બોટલ જેની કિંમત 7570ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ મેડિકલ સ્ટોરના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:suratsyrupintoxication