VIDEO: સુરતમાં ગેરકાયદે મીની પેટ્રોલ પંપ પર દરોડો, સસ્તા ભાવે ઓછી ગુણવત્તાવાળા ડીઝલનું થતું હતું વેચાણ
સોર્સ : gstv
સુરતમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓનો ગેરફાયદો ઉઠાવી કમાણી કરવા મથતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. અમરોલી પોલીસે અંજની કેનાલ પાસે દરોડા પાડીને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ધમધમતા એક ગેરકાયદેસર મીની પેટ્રોલ પંપનો પર્દાફાશ કર્યો છે. અહીં સસ્તા ભાવે ઓછી ગુણવત્તાવાળા ડીઝલનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું હતું. કાર્યવાહી દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી છે અને બે ટેન્કર સહિત કુલ ₹22.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીમાં ભરતભાઈ કલાભાઈ કેરાસીયા અને મહેશ ખીસડીયાનો સમાવેશ થાય છે, જયારે દિનેશભાઈ કાતરીયા અને અશોકભાઈ કુવડીયા નામના બે આરોપીઓ વોન્ટેડ છે.

