Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Protest against the central government making cotton import duty free

VIDEO: કેન્દ્ર સરકારે કપાસની આયાત ડ્યુટી મુક્ત કરતાં વિરોધ, CMને લખાયો પત્ર

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કેન્દ્ર સરકારે 42 દિવસ માટે કપાસની આયાત ડ્યુટી મુક્ત કરવા કરેલી જાહેરાત સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોટન યુનિયનના ડિરેક્ટર જયેશ પટેલ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. દેશમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન ગુજરાત રાજ્યમાં થાય છે. ગત વર્ષે 90 લાખ ગાંસડી પાકનું ઉત્પાદન થયું હતું. રાજ્યનાં ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણયની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે કહ્યું કે, વિદેશી કપાસની આયાત ડ્યુટી મુક્ત કરવામાં આવતા ખેડૂતો પાયમાલ બનશે. વિદેશથી વેરામુક્ત કપાસનો જથ્થો ખડકી દેવામાં આવે તો ખેડૂતોને આર્થિક નુકસાની શક્યતા છે.

App Store
ટોપિક્સ:suratcottonimport duty