VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતની મુલાકાતે, વિકાસલક્ષી કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમૂહુર્ત
સોર્સ : gstv,ai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બપોરે બે વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટથી તેઓ હજીરામાં એલ એન્ડ ટી ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 18 હજાર કરોડ રૂપિયાના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.
ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને ચારેય તરફ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં વૃક્ષ અને પર્યાવરણ વિષયક પેન્ટિંગ પણ કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ઇન્ડોર સ્ટેડિયમની આસપાસના રસ્તાઓ પર બેરિકેડિંગ પણ કરી દેવામાં આવ્યું છે.

