Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Police evacuated the beach due to rising sea water level at Dumas beach in Surat

VIDEO: સુરતના ડુમસ બીચ પર દરિયાઈ પાણીનું સ્તર વધતા તંત્ર એલર્ટ પોલીસે બીચ ખાલી કરાવ્યો

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતમાં ભારે વરસાદના પગલે ડુમસ બીચ પર દરિયાઈ પાણીનું સ્તર અચાનક વધી ગયું છે, જે ગંભીર સ્થિતિ સર્જી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા વારંવારની ચેતવણીઓ છતાં કેટલાક પ્રવાસીઓ બેજવાબદારી દાખવી દરિયાના જોખમી મોજાંઓ વચ્ચે નાહવા ઉતર્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ સુરત પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બીચને સંપૂર્ણપણે ખાલી કરાવી દીધો હતો. તંત્રના આદેશોનું ઉલ્લંઘન કરનારા કેટલાક લોકોની પોલીસે અટકાયત પણ કરી છે. દરિયામાં પાણીનું સ્તર હાલ ઘણું વધારે હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે તંત્રએ લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે કડક સૂચના આપી છે.

App Store