Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : New twist in Surat ghost demolition case, role of police under suspicion along with SMC

VIDEO Breaking : Surat ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, SMCની સાથે શંકાના દાયરામાં પોલીસની ભૂમિકા 

Timeછેલ્લું અપડેટ : 10 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના નાસીર નગર ભૂતિયા ડીમોલેશન વિવાદ મામલે એક નવો વળાંક આવ્યો છે. ડિમોલેશનની કાર્યવાહી થાય તે પહેલાંના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે,જેમાં જોઈ શકાય છે કે. આ વિવાદમાં માત્ર SMC ની જ બેદરકારી નથી, પરંતુ સુરત પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, શહેરની એક બ્રાન્ચના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડિમોલેશનની સત્તાવાર પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પોલીસ અધિકારીઓ દ્વારા લોકોને તાત્કાલિક મકાન ખાલી કરવા માટે દબાણ કરવામાં આવ્યુ હતું.

App Store