Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : more than five thousand women worshipped Shiva

VIDEO: Suratમાં મહિલાઓની કાવડ યાત્રા યોજાઈ, પાંચ હજારથી વધુ મહિલાઓએ કરી શિવપૂજા

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પવિત્ર શ્રાવણ માસમાં કાવડ યાત્રા દ્વારા મહાદેવ પ્રત્યેની પોતાની ભક્તિ દર્શાવતા હોય છે. ત્યારે સતત 13મા વર્ષે સુરતમાં 5000 કરતા પણ વધારે મહિલાઓની મહા કાવડયાત્રા તેમજ પાર્થેશ્વર શિવલિંગની પૂજાના આયોજન સાથે-સાથે મહિલાઓ દ્વારા ક્યારેય કાવડયાત્રા ન થઇ હોય એના કરતા પણ વિશાળ કાવડયાત્રાનું આયોજન કરાયું હતું.કાપોદ્રા સિદ્ધકુટિર મહાદેવ મંદિરથી તાપી કિનારે કાવડમાં પાણી લઇ અને 5000થી પણ વધારે મહિલાઓએ કાવડ યાત્રા કરી હતી. ત્યારબાદ આ કાવડયાત્રા એકે રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ (જળક્રાંતિ મેદાન) સ્થિત પહોંચીને સંત આધ્યાત્મિક ૐ ગુરુ ના સાંનિધ્યમાં અને રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પૂજા કરી હતી. મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પટેલે જણાવ્યું હતું કે, આજે 5 હજારથી વધુ બહેનોએ કાવડયાત્રા બાદ એકસાથે પાર્થેશ્વર શિવલિંગની પૂજા અર્ચના કરી છે. અમારો લક્ષ્ય એટલો જ છે કે, સમગ્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વની અંદર હિન્દુ ધર્મનો વધુને વધુ પ્રચાર થાય. 

App Store
ટોપિક્સ:suratkavad yatra 2025women