VIDEO: સુરત મનપાની બેઠક નબળી કામગીરી કરનાર કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરવા ધારાસભ્યોની ઉગ્ર માંગ
સોર્સ : gstv
સુરત મહાનગરપાલિકા ખાતે મનપા કમિશનર એમ. નાગરાજનની અધ્યક્ષતામાં સાંસદો અને ધારાસભ્યોની મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. મુગલિસરા સ્થિત મનપા મુખ્ય કચેરીમાં ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં તાજેતરના ભારે વરસાદને કારણે તૂટી ગયેલા શહેરના માર્ગોનો મુદ્દો મુખ્ય ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. બેઠક દરમિયાન ધારાસભ્યોએ રોડની નબળી ગુણવત્તા અંગે કડક રજૂઆત કરતા બેદરકાર કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠાવી હતી. આ સાથે અપૂર્ણ અને નબળી કામગીરી કરનાર કોન્ટ્રાકટરો પાસેથી કામ પરત લઈ નવા લોકોને જવાબદારી સોંપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વરસાદ બાદ શહેરમાં સર્જાયેલી સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે અધિકારીઓને સૂચનાઓ આપી નાગરિકોને ગુણવત્તાયુક્ત માર્ગ સુવિધા મળે તે માટે અસરકારક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી.

