VIDEO: સુરતના લાલગેટમાં કાપડની દુકાનમાં લાગી ભીષણ આગ, 10 લોકોને કરાયા રેસ્ક્યૂ
સોર્સ : gstv,ai
સુરતના લાલગેટ વિસ્તારમાં 'નઇમ ફેશન' નામની કાપડની દુકાનમાં ભીષણ આગ લાગતા ભારે ચકચાર મચી ગઈ હતી. ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની આ ઇમારતમાં નીચેના ભાગે કાપડની દુકાનો આવેલી છે, જ્યારે ઉપરના માળે રહેણાંક મકાનો આવેલા છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાઈ ગયા હતા. ઇમારતના બીજા અને ત્રીજા માળે રહેતા બે પરિવારના ૧૦ લોકો અંદર ફસાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ તમામ ૧૦ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી.

