Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : major fire broke out in the car of a well-known industrialist

Surat: જાણીતા ઉદ્યોગપતિની કારમાં લાગી ભીષણ આગ, 60 લાખની લક્ઝુરિયસ કાર બળીને ખાખ

Timeછેલ્લું અપડેટ : 21 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના ખટોદરા વિસ્તારમાં એક ભયાનક આગની ઘટના સામે આવી છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહની કિયા કાર્નિવલ કારમાં અચાનક આગ ફાટી નીકળતા રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગણતરીની મિનિટોમાં 60 લાખની લક્ઝુરિયસ ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

App Store

મળતી માહિતી મુજબ, ઉદ્યોગપતિ લવજી બાદશાહની કિયા કાર્નિવલ કાર સર્વિસ માટે શોરૂમ પર આપવામાં આવી હતી. સર્વિસની કામગીરી પૂર્ણ થયા બાદ જ્યારે  કર્મચારી કાર લઈ જઈ રહ્યો હતો તયારે  ત્યારે અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મોંઘીદાટ લક્ઝરી કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.