Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : local police caught sleeping, SMC raids and seizes liquor

VIDEO: Suratની સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ, SMCએ દરોડા પાડી અધધ.. દારૂ ઝડપ્યો

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના લાલગેટ વિસ્તારમાંથી દારૂના અડ્ડા પરથી મોટો ખુલાસો થયો છે. સ્થાનિક લાલગેટ પોલીસ ઉંઘતી રહી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે ગુપ્ત માહિતીના આધારે ધાસતીપુરા વરિયાળી બજાર નજીક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન દારૂની કુલ 993 નાનીમોટી બોટલો, 12 મોબાઇલ ફોન, 1 વાહન, 23 સોડાની બોટલો અને 48 પાણીની બોટલો સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન એક વ્યક્તિને ઝડપવામાં આવ્યો હતો, જ્યારે પઠાણ અને અજાણ્યા દારૂ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરીને તેમના શોધખોળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. શહેરના દિલમાં દારૂનો અડ્ડો ખૂલે છે અને સ્થાનિક પોલીસના જાણકાર થયા વગર જ અન્ય એજન્સી દરોડા પાડી રહી છે, તે સ્થિતિ ચિંતાજનક ગણાઈ રહી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર તત્વોને પકડવા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

App Store

 

 

ટોપિક્સ:suratliquorraid