VIDEO: Surat સ્વચ્છતામાં અગ્રેસર, અંધારામાં પણ કચરો નાખતા પહેલા ચેતજો, આ રીતે થશે દંડ
સોર્સ : GSTV
સુરતના પાંડેસરા વિસ્તારમાં અંધારાનો લાભ લઈ ખાડી કિનારે કચરો નાખતા લોકોને હવે સાવધાન થવાની જરૂર છે. શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. પાંડેસરામાં રાતના સમયે ટેમ્પા મારફતે છુપાઈને કચરો ફેંકી જતા લોકોને SMCની ટીમે ઝડપી લીધા હતા. સ્થાનિક લોકોની ફરિયાદ બાદ ઉધના ઝોન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કચરો નાખતા લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. જાહેરમાં અપીલ પણ કરવામાં આવી છે કે નાગરિકો સ્વચ્છતા જાળવવા માટે સહકાર આપે અને કચરો નિયત સ્થળે જ નાખે. ખોટી જગ્યાએ કચરો નાખનારા સામે હવે સીધી દંડની કાર્યવાહી થશે. સ્વચ્છ સુરત માટે સહકાર આપો, નહિ તો ભોગવવા તૈયાર રહો!

