VIDEO: Suratમાં ભારે વરસાદથી હાલાકી, કીમમાં ગટરિયા દુર્ગંઘયુક્ત પાણી દુકાનોમાં ઘુસ્યા
સોર્સ : GSTV
સુરત શહેર સહિત જિલ્લામાં ગત મોડીરાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે વરસાદના પગલે ઓલપાડ, માંગરોળ ઇન્દ્રસ્ટીયલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતાં. કીમમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા GIDC માં જવાનાં માર્ગ પર પાણી ભરાયા હતાં. ઘૂંટણસમા પાણી ભરાતા કામદારો અને વાહન ચાલકો પરેશાન થયાં હતાં. દુકાનોમાં ગટરના દુર્ગંધ મારતા પાણી ભરાતા દુકાનદારો પરેશાન થયા હતાં. હાલાકી ભોગવતા દુકાનદારોએ કહ્યું કે, અમારે દર વરસાદે આ પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે. વાંરવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ પગલાં લેવામાં આવતાં નથી.

