Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Heartbreaking rescue of a youth trapped in flood

VIDEO: પૂરમાં ફસાયેલા યુવકનું દિલધડક રેસ્ક્યૂ

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના ભરથાણા વિસ્તારમાં ફસાયેલા યુવકનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું....આઉટ ઓફ રિંગ રોડ વિસ્તારમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિમાં આ યુવક સાંજે ત્રણ કલાક સુધી પાણીમાં ફસાઈ ગયો હતો. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે યુવકની બાઈક અને બેગ બંને તણાઈ ગયા હતા, જેથી જીવ બચાવવા માટે તેણે રોડ કિનારે આવેલી ફેન્સિંગના થાંભલાને મજબૂતાઈથી પકડી રાખ્યો હતો. રાતનું ઘનઘોર અંધારું થતાં પૂરના ધસમસતા પાણીની વચ્ચે પોતાની હાજરી જણાવવા માટે યુવકે સતત પોતાના મોબાઇલની ફ્લેશલાઇટ ચાલુ રાખી હતી. આ કટોકટીની પળે યુવકે પોલીસ અને ફાયર બ્રિગેડને ફોન કરીને મદદ માગી હતી, પરંતુ કમનસીબે તેને ત્યાંથી કોઈ તાત્કાલિક સહાય મળી શકી નહોતી. આ દરમિયાન અમરોલીના આર.ડી.ગ્રુપ સેવા ટ્રસ્ટને ઘટનાની જાણ થતાં જ તેમની ટીમ ટ્રેક્ટર અને બચાવ સામગ્રી સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ ટીમે દોરીની મદદથી યુવકને સુરક્ષિત રીતે ટ્રેક્ટર પર ખેંચી બહાર કાઢ્યો હતો. મોત સામેની જંગ જીત્યા બાદ યુવક અત્યંત ભાવુક થઈ ગયો હતો

App Store