Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Health Minister Praful Pansuriya's surprise check-up at Smeer Hospital by cleaning himself

VIDEO: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાનું સ્મીમેર હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગ જાતે પોતું મારી કરી સફાઈ

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર (SMIMER) હોસ્પિટલની અચાનક સરપ્રાઈઝ મુલાકાત લેતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલમાં સાફ-સફાઈ અને દર્દીઓને પડતી મુશ્કેલીઓની જાતતપાસ કરવા માટે મંત્રીશ્રી અહીં પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે સુરતના મેયર માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા પણ હાજર રહ્યા હતા.સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલભાઈએ માત્ર સૂચનાઓ આપવાને બદલે પોતે હાથમાં પોતા મારવાનું સાધન લઈને હોસ્પિટલની સફાઈ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમને જોઈને સુરતના મેયર અને અન્ય પદાધિકારીઓએ પણ સફાઈ કામગીરી હાથ ધરી હતી. 'નમો સ્વચ્છતા અભિયાન' અંતર્ગત તમામ હોસ્પિટલોમાં સ્વચ્છતાનો મજબૂત સંદેશ જાય તે માટે આજથી આ વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ હોસ્પિટલના સફાઈ કર્મચારીનું સન્માન પણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે જો હોસ્પિટલમાં સ્વચ્છતા રહેશે તો દર્દીઓનું સ્વાસ્થ્ય ઝડપથી સુધરશે અને ઇન્ફેક્શન ફેલાતું અટકશે. સાથે જ તેમણે કડક ચેતવણી આપી છે કે સરકારી કર્મચારીઓ ગમે ત્યાં પાન-માવાની પિચકારી મારશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

App Store