VIDEO: સુરત મનપાની ઘોર બેદરકારી: લીંબાયતમાં સ્કૂલ વાન ખાડામાં ફસાઈ, માસૂમ બાળકોનો આબાદ બચાવ
સોર્સ : gstv
સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. મોટા વરાછા બાદ હવે લીંબાયત વિસ્તારમાં મુખ્ય માર્ગ અચાનક ધસી પડતાં સ્કૂલ વાન ખાડામાં ફસાઈ જવાની ઘટના બની છે. વાનમાં માસૂમ બાળકો સવાર હોવાથી થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે તમામ બાળકો સુરક્ષિત રહ્યા અને કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી બાળકોને વાનમાંથી બહાર કાઢ્યા હતા. સતત બીજા દિવસે રોડ બેસી જવાની ઘટનાએ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

