Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Gang that defrauded millions in the name of Forex trading exposed

VIDEO: Surat / ફોરેક્સ ટ્રેડિંગના નામે લાખોની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ, વડોદરાથી એક આરોપી ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત સાયબર ક્રાઇમ સેલે ફોરેક્સ ટ્રેડિંગના નામે રૂપિયા 56.92 લાખની છેતરપિંડી આચરનાર આરોપી સોમપુરી ગોસ્વામીને વડોદરાથી ઝડપી પાડ્યો છે. આરોપીએ વેબસાઇટ મારફતે ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું, જે બદલ તે 10 ટકા કમિશન મેળવતો હતો. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 તથા IT એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી.

App Store

મળતી માહિતી અનુસાર આરોપીઓએ 'BOTALPHA.ME' નામની વેબસાઇટનો ઉપયોગ કરી ફરિયાદીને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવા લલચાવ્યા હતા. તેઓએ દર મહિને 5 થી 6 ટકા જેટલો મસમોટો નફો આપવાની ખાતરી આપી હતી. આ વિશ્વાસમાં આવીને ફરિયાદીએ ટુકડે-ટુકડે કુલ ₹56.92 લાખ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. જોકે, વળતર કે મુદલ રકમ પરત ન મળતા ફરિયાદીને છેતરપિંડીનો અહેસાસ થયો હતો અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ સાથે સંકળાયેલા બેંક ખાતાઓ સામે દેશભરમાં 50 ફરિયાદો અને 10 કરોડથી વધુની છેતરપિંડી નોંધાયેલી છે. ઉપરાંત આરોપી એટલો સક્રિય હતો કે તેણે દુબઈ અને બેંકોક સહિત કુલ 18 વખત વિદેશ પ્રવાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ગેંગના અન્ય આરોપીઓમાં દીપક ગોસ્વામી અને દુબઈમાં રહેલો મુખ્ય સૂત્રધાર લવીશ ચૌધરી પણ સામેલ છે. હાલ પોલીસ દુબઈ સ્થિત મુખ્ય સૂત્રધાર સહિત અન્ય આરોપીની શોધખોળ કરી રહી છે.