VIDEO: Mangrolના નરોલી નજીક ટ્રાન્સપોર્ટના ટેમ્પોમાં લાગી આગ, માલ સામાન સહિતની ચીજો થઈ ખાક
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ નજીક નેશનલ હાઈવે નં. 48 પર મોડી રાતે એક આઈસર ટેમ્પામાં આગ લાગવાની ઘટનાથી અરેરાટી ફેલાઈ હતી. અમદાવાદથી મુંબઈ જતાં હાઈવે પર મેડિકલ સામાન લઈને જતો મહાવીર ટ્રાન્સપોર્ટનો આઈસર ટેમ્પો અચાનક આગની ઝપટમાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ટેમ્પોમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટેમ્પોમાંથી ધુમાડો નીકળતો જોઈ તાત્કાલિક સ્થાનિક લોકોએ મદદ માટે આગળ આવી રહ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો દ્વારા પણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં જ સુમિલોન ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમયસૂચકતા સાથે પગલાં લઈ આગ પર કાબૂ મેળવવામાં સફળ રહી હતી. ઘટનામાં કોઈપણ જાનહાની થઈ નથી, જે સદનસીબની વાત છે. આ ઘટનાથી હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિકમાં વિક્ષેપ આવ્યો હતો.

