VIDEO: સુરતમાં તબેલાની આડમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત
સોર્સ : gstv
સુરતમાંથી ફરી નકલી ઘી ઝડપાયું છે. શહેરના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતા ભેળસેળયુક્ત ઘીના કારખાના પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા પાડીને મોટા પાયે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ
લસકાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, લસકાણા ગામમાં આહીર સમાજની વાડી પાછળ આવેલી પીઠાભાઈના તબેલાની એક દુકાનમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે.
પોલીસે અંદાજે 319 કિલો નકલી ઘી કબજે કર્યું
આ કામગીરીમાં પોલીસે અંદાજે 319 કિલો નકલી ઘી કબજે કર્યું છે. આ સાથે 856 કિલો વેજીટેબલ-સોયાબીન ઓઈલ જપ્ત કરવામાં આવ્યું હતું. મુદ્દામાલ જપ્ત કરી નકલી ઘી બનાવનાર એક શખ્સની અટકાયત કરી છે.

